મોરબી : શીશુમંદિર શાળામાં ભુકંપની મોકડ્રિલ યોજાઈ

- text


મોરબી : શકત શનાળા નજીક આવેલી શીશુમંદિર શાળામાં આજે તા. 26 નવેમ્બરને મંગળવારના રોજ સવારે 8 કલાકે ઇન્ડિયન એર ફોર્સ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદ દ્વારા ધો. 4થી 11ના વિદ્યાર્થીઓને ભૂકંપ આવે ત્યારે સાવચેત કેમ રહેવું? સ્વબચાવ કઈ રીતે કરવો? ડૂબતા લોકોને કઈ રીતે બચાવા? એ શીખવવા માટે રેસ્ક્યુ ઓપરેશનની મોકડ્રિલ યોજાઈ હતી. તેમજ ફર્સ્ટ એડ કીટ વિષે માહિતી આપવામાં આવી હતી. ઉપરના માળ પરથી નીચે ઉતરાણનો ડેમો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરેશભાઈ ગામી ( ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડાયરેક્ટર), ત્રિલોકભાઈ ઠાકર (શોધ અને બચાવ કેન્દ્ર) સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યો, પ્રધાનાચાર્યો અને વ્યવસ્થાપકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા

- text