લજાઈની દેવદયા માધ્યમિક શાળામાં આરોગ્ય કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : દેવદયા માધ્યમિક શાળા – લજાઈ ખાતે સોમવારે શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં તાલુકા પંચાયત – ટંકારાના સદસ્ય પંકજભાઈ દયારામભાઈ મસોત તથા આર.બી.એસ.કે. ટીમના ડૉ. અમિતાબેન સનારીયા મોસતભાઈ તથા એમ. કે. દેસાઈ તથા સ્કૂલના આચાર્ય ભાડજા અને ભૂદરભાઈ હાજર રહેલ હતા. ડોક્ટર અમિતાબેન દ્વારા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરી હતી. તેમજ સ્વચ્છતા રાખવા માટેની સલાહ આપી હતી.

- text