માળીયા(મી.)માં લોકોને વિવિધ સુવિધાઓ માટે મુખ્યમંત્રીને રજુઆત

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી. બાવરવાની રજુઆત

મોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલ માળીયા શહેરમાં અનેક સુવિધાઓનો અભાવ છે. માળીયા તાલુકો વર્ષોથી સરકારની ઉપેક્ષાનો ભોગ બનેલો છે. તાલુકામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી માળીયા તાલુકાની પછાત તાલુકાની ગણના થાય છે.તેથી માળીયા તાલુકો પણ અન્ય વિકસિત શહેરની હરોળમાં આવીને વિકાસમાં અભિવૃદ્ધિ પામે તે માટે જરૂરી તમામ સુવિધાઓ માળીયા તાલુકામાં ઉપલબ્ધ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતીલાલ ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.કે,માળીયા(મી.)માં આજથી બત્રીસ વર્ષ પહેલાનું મોટું બસ સ્ટેશન હતું જે ભૂકંપમાં તારાજ થયેલ છે. ત્યારબાદ બસ સ્ટેશન બનનાવવા બાબતે કોઈ કામ થયેલ નથી. માળીયામાં હોસ્પિટલ તો આવેલ છે પરંતુ તેમાં સુવિધાઓનો અભાવ છે. તેમજ રેગ્યુલર જે ડોક્ટરો હોવા જોઈએ તેની નિમણૂંક કરવામાં આવતી નથી. જેથી લોકો પરેશાન થાય છે.માળીયા શહેરમાં ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા નથી તો ભુગર્ભ ગટરના અભાવે લોકો હેરાન થાય છે.એ ઉપરાંત માળીયા નગરપાલિકામાં કાયમી સારા ચીફ ઓફિસર તેમજ અન્ય સ્ટાફ નથી.તેથી તેઓની નિમણૂંક તાત્કાલિક કરવાની માંગ કરી છે

- text

માળીયા નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. તો રોડ રસ્તાઓ સારા બને તેવું આયોજન કરવું જરૂરી છે. માળીયા શહેરમાં ખુબ જ ગંદકી ફેલાયેલી છે તો સફાઈ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવાની ખૂબ જરૂરિયાત છે.તેમજ માળીયા શહેરમાં પીવાના પાણીની સુવિધામાં સુધારો કરવા,માળીયામાં તાલુકાપંચાયતની કચેરી બિસ્માર હાલતમાં હોય તો તાત્કાલિક નવી કચેરી બનાવવા,માળીયા(મી.)માં બેન્કોની સુવિધામાં વધારો કરવા, માળીયા(મી.) દર વર્ષે શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાય જતા હોય તો તેની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

- text