હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત

- text


વારંવાર થતા અકસ્માત નિવારવા માટે હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે સ્પીડ બ્રેકર મુકવાની માંગ

હળવદ : હળવદના માર્કેટીંગ યાર્ડ પાસે આજે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જોકે એક ટ્રકની ટકકરથી બીજો ટ્રક ઉધો વળી ગયો હતો.સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાની થયાના સમાચાર મળ્યા નથી પણ હજુ સુધી હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે રોડ ઉપર અકસ્માત ગ્રસ્ત બન્ને ટ્રકો પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે રોડ ઉપર ભારે વાહનોની ભારે અવરજવર રહે છે.વાહનની ગતિના નિયત્રણ માટે અહીં સ્પીડ બ્રેકર ન હોવાથી પુરપાટ ઝડપે આવતા વાહનો વચ્ચે અવારનવાર અકસ્માત સર્જાઈ છે.અગાઉ અનેક વખત હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે રોડ ઉપર અકસ્માતના બનાવો બન્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ બનતા વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ વધી ગયું છે.તેથી જાગૃત નાગરિકોએ અકસ્માત નિવારવા માટે હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે સ્પીડ બ્રેકર મુકવાની સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરી છે.

- text

- text