હળવદ : ખેતરમાં એરંડાના પાકની વચ્ચે દાટેલો 192 પેટી દારૂ ઝડપાયો

- text


હળવદ પોલીસની વધુ એક સફળ રેડ : માથક ગામે બુટલેગર દ્વારા એરંડા વાવેલ ખેતરમાં પોલીસ થી બચાવા બાટલી ઓ સંઘરી હતી

હળવદ : આમ તો બુટલેગરો દ્વારા પોલીસથી બચવા દારૂને સંઘરવા અવનવા કીમિયા અજમાવતા હોય છે જેમાં જેવો ઘણી વખત સફળ પણ થતાં હોય છે અને ઘણી વખત પોલીસની હાથે પણ ચડી જતાં હોય છે ત્યારે આજે હળવદતાલુકાના માથક ગામે બુટલેગર દ્વારા પરપ્રાંતીય દારૂની ૧૯૨ પેટીઓ ને વાડીમાં વાવેલ એરંડા વચ્ચે ખાડાખોદી સંઘરી દીધી હતી પરંતુ બુટલેગરનો આ કિમીયો સફળ ન થયો અને દારૂ પોલીસ ની હાથે ઝડપાઇ ગયો છે પોલીસે ૯.૪૨લાખના દારૂ સાથે એક આરોપી બુટલેગર ની ધરપકડ કરી છે મોટા પ્રમાણમાં મળી આવે દારૂ ગઇકાલે ઝડપાયેલા ટ્રકમાંથી કટિંગ કરી અહીં સંઘરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે હળવદ તાલુકાના માથક ગામે ટ્રકમાંથી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું તેવા સમયે પોલીસે દરોડો પાડી દારૂ ટ્રક સહિત ૨૦ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો હતો તેવાં સમયે પોલીસને શંકા ગઈ હતી કે ટ્રકમાંથી અડધા દારૂનું બુટલેગરો દ્વારા કટિંગ કરી દેવાયુ હોય જેથી પોલીસ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરાઇ હતી તેવામાં આજે પી.આઈ સંદિપ ખાંભલા, પી.એસ.આઇ પી.જી પનારા, યોગેશ દાન ગઢવી,દેવેન્દ્રસિંહ ઝાલા,મુમાભાઈ રબારી, ગંભીરસિંહ ચૌહાણ,બીપીન ભાઈ પરમાર,કિરીટભાઈ,ભરતભાઈ આલ સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના માથક ગામે જે જગ્યા પર દારૂનું કટિંગ થયું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી

- text

જેથી પોલીસને માથક ગામની સીમમાં આવેલ એક વાડીમાં દારૂ સંતાડવામા આવ્યો હોવાની જાણ થતાં પોલીસ દ્વારા તે વાડીએ જ વાડીમાં વાવેલ એરંડા વચ્ચે તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસે જમીનમાં દાટેલો ૧૯૨ પેટી જેમાં ૮૦૦બોટલ અને ૬૦૪૮ નંગ ચપલા ઝડપી લીધા હતા સાથે જ આરોપી સંજયભાઈ રૂડાભાઈ કોળી ને હાલ ઝડપી લેવાયો છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઝડપાઈ ટ્રકમાંથી જ પોલીસ આવ્યા પહેલા આ દારૂ અહીં લાડી લાવી દેવામાં આવ્યો હતો અને જો પોલીસની તપાસ કરવા આવે તો તેઓને શંકા ન જાય તે માટે આરોપી બુટલેગર દ્વારા જે જગ્યા પર દારૂ સંઘવી દેવામાં આવ્યો હતો ત્યાં એરંડાનું વાવેતર કરેલ હતું.

- text