મોરબીમાં એસપી દ્વારા પાલિકા તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કવાયત

- text


ગેરકાયદેસર હોર્ડીંગ અને બાંધકામ દૂર કરવા અપાઈ સૂચના અપાઈ : શાક માર્કેટમાં જાહેરમાં કચરો ફેકનાર ઉપર કાર્યવાહીના નિર્દેશ

મોરબી : મોરબી એસપી અને પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર ખડકેલા દબાણો દૂર કરવા સૂચના અપાઈ છે જેમાં મોરબી એસપી કરનરાજ વાઘેલા દ્વારા મોરબી એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરી,પીએસઆઈ વી.કે.ગોંડલીયા સહિતના પોલીસ કાફલા ને સાથે રાખી મોરબી બાયપાસ અને મંજુર થયેલા ઓવરબ્રિજ વચ્ચે આવતા દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા સૂચના અપાઈ હતી.

આ કામગીરીમાં મોરબી એસપી કરનરાજ વાઘેલા અને નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ ,નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા જોડાયા હતા અને ગેરકાયદે બાંધકામ અને હોર્ડીંગ તેમજ દબાણોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એસપી કરનરાજ વાઘેલા સહિતના કાફલાએ શનાળા બાયપાસ,નવા બસ સ્ટેન્ડ,ગાંધી ચોક, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર નડતર રૂપ દબાણો અને બાંધકામ દૂર કરવા અપીલ કરી હતી તેમજ ગેરકાયદેસર ખડકાયેલા ટ્રાફિકને નડતરરૂપ બોર્ડ અને હોર્ડીંગ તેમજ બાંધકામો જે તે મિલકતના માલિકોને બોલાવી એસપી કરનરાજ વાઘેલાએ તાકીદ કરી હતી તેમજ મોરબી પોલીસના કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરી તમામ લોકોને સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ ટ્રાફિકને જવાબદાર અમુક વેપારીઓ અને લોકો જ છે કેમકે તેઓએ પોતાની દુકાન જેટલી જ દુકાન બહાર કાઢીને રાખી હોય છે એટલું જ નહીં આ ટ્રાફિકનું ઠીકરું અંતે ટ્રાફિક પોલીસ પરજ ફોડવામાં આવે છે પરંતુ ગેરકાયદેસર બંધકામો અને દબાણોના લીધે પાર્કિગ છીનવાયા છે જેના લીધે લોકો આડેધડ પાર્ક કરવા માંડ્યા છે જેના લીધે ટ્રાફિકનો પ્રશ્ન ઉગ્ર બની ગયો છે

આ સાથે જ શાક માર્કેટ નજીક અમુક વેપારીઓ દ્વારા જે શાકનો કચરો નાખવામાં આવે છે જેના કારણે ગાયો અને ઢોર ભેગા થાય છે જો કે પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે. ત્યારે એસપી કરનરાજ વાઘેલા દ્વારા આ કચરો કેટલા વાગ્યે અને કેના દ્વારા ફેંકવામાં આવે છે તેના પર સીસીટીવી અને પોલીસ દ્વારા નજર રાખી કડક કાર્યવાહી કરી અને દંડ કરવામાં આવે એટલું જ નહી પરંતુ નગરપાલિકા દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સુચના આપાઈ હતી

- text

મોરબી શાક માર્કેટમાં અમુક વેપારીઓ દ્વારા વધેલો ઘટેલો જે કચરો સામેની સાઈડમાં ફેંકવામાં આવે છે તેમાં અનેક વખત આખલા યુદ્ધ થયું છે જેમાં ભૂતકાળમાં પાંચ લોકો મોતને પણ ભેટ્યા છે અને એનેક લોકોના વાહનોને પણ નુકશાન થયા છે એટલું જ નહીં ટ્રાફિક પોલીસ ઘવાયાના દાખલા પણ ભૂતકાળમાં બની ગયા છે. ત્યારે પોલીસ દ્વારા આ વેપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ના સંકેતો આપી દીધા છે.

- text