ફેબ્રુઆરીમાં દશનામ ગોસ્વામી સમાજના દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન

- text


મોરબી : મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું ફેબ્રુઆરી 2020માં આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 04/02/2020ને મંગળવારે મોરબી ખાતે આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીના માતા-પિતા, વાલીઓને શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીનો સંપર્ક સાધવા જણાવાયું છે. આ માટેનું કાર્યાલય શિવ ડીઝીટલ, ઘનશ્યામ ચેમ્બર્સ, પહેલા માળે, જુના મહાજન ચોક, એક્સીસ બેંકની સામે મોરબી ખાતે અથવા મો.નં. 9879590146 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text