પીપળીયા ચાર રસ્તા પાસે શનિવારે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

- text


મોરબી : તારીખ 23 નવેમ્બરને શનિવારે સત્યસાઈ બાબાના 94માં જન્મદિવસ નિમિતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સાઈ યુથ પીપળીયા ચાર રસ્તા દ્વારા તારીખ 23/11ને શનિવારના રોજ આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં દવાઓ પણ વિનામૂલ્યે વિતરિત કરવામાં આવનાર છે. સાઈ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા, મોરબી રોડ ખાતે સવારે 08:00થી સાંજે 05:00 સુધી ચાલનારા આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લ્યે એવો અનુરોધ આયોજકોએ કર્યો છે.

- text