તીથવા PHCમાં BCGની રસી આપવામાં વિલંબ કરાતો હોવાથી યોગ્ય પગલાં લેવા પિતાની માંગ

- text


વાંકાનેર : તીથવા PHCમાં નવજાત દિકરીને BCGની રસી આપવામાં બહાના કાઢી વિલંબ કરી બેદરકારી દાખવવામાં આવતી હોવાથી એક પિતાએ PHCના કર્મચારીઓ સામે પગલાં લેવા અંગે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસરને અરજી કરવામાં આવી છે.

- text

તીથવાના પરવેઝનગરમાં રહેતા ગુલામરસુલ ભાઈના ઘરે ગત તા. 18 ઓક્ટોબરના રોજ પુત્રીનો જન્મ થયો છે. તેઓ દીકરીને BCGની રસી અપાવવા માટે આશરે છેલ્લા 15 દિવસથી તીથવા PHC ખાતે ધક્કા ખાય છે. પરંતુ દર વખતે રસી ના મૂકી આપવાના નવા બહાના કાઢી તરછોડવામાં આવે છે. તેથી, ગુલામરસુલ ભાઈએ વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસરને પત્ર લખી PHCમાં દાખવવામાં આવતી બેદરકારી અંગે જાણ કરી દીકરીનું આયોગ્ય જખમાશે તો તેની જવાબદારી PHCની રહેશે તેવું જણાવી યોગ્ય પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે.

- text