મોરબીના સીરામીક ઉધોગકારને બાકી બીલની રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

- text


કર્ણાટકના વેપારીએ માલ લઈને રૂ.4.14 લાખની રકમ ન આપતા કોર્ટે તેમને લપડાક આપી

મોરબી : મોરબીના સીરામક ઉધોગકારે કર્ણાટકને વેપારીને માલ આપ્યા બાદ આ વેપારી રૂ.4.14 લાખ બાકી બીલની રકમ ન ચૂકવતા અંતે આ અંગે સીરામીક ઉધોગકારે કોર્ટમાં દાદ માંગી હતી.આથી કોર્ટે આ કેસમાં કર્ણાટકના વેપારીને બાકી બીલની રકમ છ ટકા વ્યાજના દરે સીરામીક ઉધોગકારને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

- text

આ કેસની મળતી માહિતી અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ મુરાનો ટાઇલ્સ પ્રા. લીના ડાયરેકટર પ્રકાશભાઈ દેવરાજભાઈ અઘારાએ અગાઉ કર્ણાટક મૈસુરના મેસર્સ રાજશ્રી સીરામીક અને ગ્રેનાઈટોને સીરામીકનો માલ આપ્યો હતો.પણ કર્ણાટકના વેપારી માલના રૂ.4.14 લાખ બાકી હોય એ રકમ તેઓ સીરામીક ઉધોગકારને ચૂકવતા ન હતા.આથી સીરામક ઉધોગકારે આ અંગે મોરબીની સિવિલ કોર્ટમાં દાવો માંડ્યો હતો.આથી કોર્ટેમાં આ કેસ ચાલી જતા કોર્ટે આધાર પુરાવાને ધ્યાને લઈને કર્ણાટકના વેપારીને હુકમનામું થયાથી રકમ ચૂકતે મળે તે તારીખ સુધી 6 ટકાના વ્યાજ સાથે બીલની રકમ સીરામીક ઉધોગકારને આપવાનો આદેશ આપ્યો છે.આ કેસમાં સીરામીક ઉધોગકાર વતી વકીલ ભાવેશભાઈ ફુલતરિયા અને રાજેશભાઈ જોશી રોકાયા હતા.જોકે સીરામીક ઉધોગકારો પાસેથી ટાઇલ્સનો માલ મેળવીને બજાર રાજ્યોનો વેપરીઓ છેતરપીંડી કરતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે.ત્યારે આ કેસમાં સીરામક ઉધોગકારો સાથે છેતરપીંડી કરતા વેપારીઓને બોધપાઠરૂપ કોર્ટે ચુકાદો આપ્યો છે.

- text