મોરબીમાં સીરામીક ઉધોગપતિએ દીકરીના જન્મને ફૂલડે વધાવ્યો

- text


મોરબી : મોરબીમા રહેતા સિરામીક ઉદ્યોગપતિના ઘરે દિકરીનો જન્મ થતા આ દીકરીના જન્મના હરખભેર વધામણાં કરવામાં આવ્યા હતા અને સમગ્ર ભીમાણી પરિવાર દ્વારા હરખભેર દિકરી અને તેની માતાને ઘરમા આવકાર અપાયો હતો.જાણીતા સીરામીક ઉધોગપતિ હિતેષભાઈ ભીમાણી ઘરે દીકરીનો જન્મ થતા તેમના પરિવારમાં ભારે હરખની લાગણી છવાઈ ગઈ હતી અને દિકરી અને તેની માતાને હોસ્પીટલેથી ઘરે લઈને આવવામાં આવ્યા ત્યારે ઘરમા ફુલ પાથરીને દિકરી અને માતા શીવાંગીબેન ભીમાણીને પરિવાજનીએ ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.

- text