મોરબીના સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવા બ્રિજેશ મેરજાની માંગ

- text


મોરબી : મોરબીનો ચોતરફે વિકાસ થતા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફાયર સ્ટેશનની ખુબ આવશ્યકતા હોવાથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ માંગ ઉઠાવી હતી.

- text

તાજેતરમાં મોરબી જીલ્લા કકેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આગોતરા પ્રશ્નો મોકલીને માંગણી કરી હતી કે મોરબીના સામા કાંઠે ઊતરોતર વધી રહલો વિકાસ તેમજ સીરામીકની ફેક્ટરીઓને જોતાં સામેકાંઠે ફાયર સ્ટેશન હોવું જોઈએ. જેથી ઈમરજ્ન્સીમાં આગ જેવા બનાવો બને ત્યારે અગ્નિશામન સુવિધા આ વિસ્તારના લોકોને તાત્કાલિક ઉપલબદ્ધ કરાવી શકાય.

- text