મોરબી : કારનો કાચ તોડી 2.60 લાખની ચોરીમાં વધુ એક ઝડપાયો

- text


મોરબી : શનાળા રોડ સ્થિત ઉમિયા ચોક નજીક પાર્ક થયેલી કારનો કાર તોડી બે અજાણ્યા શખ્સો રોકડા 2.60 રૂપિયાની રકમ ચોરી કરી ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે છારા ગેંગના એક શખ્સને ઝડપી 1.5 લાખ રૂપિયાની રકમ રિકવર કરી હતી, જ્યારે નાસી છૂટેલા એક આરોપીને પોલીસે ગઈકાલે ઝડપી પાડ્યો છે.

મોરબીના કેનાલરોડ પર મયુર પાર્ક સોસાયટીમાં નીધી પેલેસમાં રહેતા વેપારી ભૂમિતભાઈ જગજીવનભાઈ રૈયાણીએ GJ-3 FK 6000 નંબરની કાર ઉમિયા સર્કલ પાસે કૈલાશ પાનની બાજુમાં પાર્ક કરેલી હતી એ દરમ્યાન બાઇકમાં આવેલા બે શખ્સોએ
કારનો પાછળના દરવાજાનો કાચ તોડી 2.60 લાખ રૂપિયા ભરેલા થેલાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સીસી ટીવીમાં કેદ થયેલા આ બનાવને જોઈ છારા ગેંગના મુકેશ લાલીયા ઉં.વ.38ની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ એ.ડીવી.પોલીસે રિકવર કરી હતી.

- text

જ્યારે બીજા આરોપીની માહિતી મળતા તે ધર્મેન્દ્ર ઉર્ફે ચતુરગુમાને ઉં.વ. 47 હોવાનું સ્પષ્ટ થતા ગઈકાલે પોલીસે તેની ધરપકડ કરી બાકી રહેલી રકમ રિકવર કરવા તજવીજ આદરી છે. બનાવમાં ઉપયોગમાં લેવાયેલા બાઇક બાબતે પણ તપાસ ચાલુ છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text