મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહા વાવાઝોડા સંદર્ભે સલામતીની તૈયારી માટે મીટીંગ મળી

- text


અધિક કલેક્ટર, પ્રાંતો તેમજ મામલતદારોની ઉપસ્થિતિમાં વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

મોરબી : મહા વાવાઝોડાની આગાહી સંદર્ભે જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે જાનહાની ન સર્જાઇ તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓની એક મીટીંગ યોજાઇ હતી.

આ મીટીગમાં કલેકટરને માળીયા-હળવદ-મોરબીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફીસરોએ તેમના વિસ્તારના મીઠાના અગરીયાઓ,જીંગા ઉછેર માછીમારો, તેમજ માછીમારી બોટોને પાછા બોલાવી સલામતી સ્થળે ખસેડીને સલામત જગ્યાએ રહેવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે માહિતી આપી વાકેફ કર્યા હતાં.

- text

જયારે કલેકટરે મીટીંગમા જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ તા.૬ નવેમ્બર-૧૯ની મધ્યરાત્રીથી તા.૭ નવેમ્બર-૧૯ના બપોર સુધીમાં સમગ્ર ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં મહા વાવાઝોડા તથા ભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં મોરબી જિલ્લાનો ૫૫ કિ.મી. દરિયાઇ વિસ્તાર આવેલો છે. જેમાં માળીયાના ૧૫ ગામો, હળવદના ૪ રણ વિસ્તારના ગામો,મોરબીના ૪ ગામો આમ કુલ-૨૩ ગામો અસરકરતા ગામોમાં સલામતી માટે લાઇન ડીપાર્ટમેન્ટને સુચનાઓ આપવામાં આવી હતી.આજની પરિસ્થિતીએ ૧૫૮ બોટોને પરત બોલાવી લીધેલ અને અગરીયાઓને સલામત સ્થળે બોલાવી લીધેલ છે. તેમ છતા સલામતી માટે વહીવટીતંત્ર તરફથી પુરી તૈયારી કરેલ છે.આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેકટર કેતન પી.જોષી, હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંહ, ટંકારા પ્રાંત કલેકટર અનિલ ગોસ્વામી, તથા અધિકારીઓ હાજર રહયા હતા.

- text