મહા વાવાઝોડાની આગાહીને પગલે મોરબીને એનડીએફઆરની ટીમ ફાળવાઈ

- text


ટીમનું આવતીકાલે થશે આગમન : પીપળીયા ચાર રસ્તા પાસે એનડીએફઆરની ટીમને સ્ટેન્ડ ટુ રખાશે

મોરબી : સંભવિત મહા વાવાઝોડાની શક્યતાના પગલે એક એનડીઆરેફની ટિમ મોરબીમાં બોલવાઈ છે અને આ ટીમને પીપળીયા ચાર રસ્તા પાસે સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.આવતી કાલે વાવાઝોડાની અસર વધુ દેખાય તો દરિયાઈ પટ્ટી પરના ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

- text

મોરબી જિલ્લામાં મહા વાવઝોડાની અગાહીને પગલે સમગ્ર જિલ્લા તંત્ર સાબદુ બની ગયું છે અને સલામતીના ભાગરૂપે સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે.જોકે મોરબી જિલ્લામાં હાલ નોર્મલ સ્થિતિ છે અને જનજીવન રાબેતા મુજબ ધમધમે છે અને સમગ્ર પરિસ્થિતિ નીયત્રણ હેઠળ છે.પણ મહા વવાઝોડાનો ખતરો હોય આવતીકાલે વાવાઝોડાની અસર થાય તો રાહત અને બચાવની ત્વરિત કામગીરી કરી શકાય તે માટે મોરબીમાં એક એનડીઆરએફની ટિમ બોલાવવામાં આવી છે અને આ ટિમ આવતીકાલે આવી પહોંચીને મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સ્ટેન્ડ ટુ રહેશે.આવતીકાલે જો વાવઝોડાની અસર થાય તો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાશે.

- text