મોરબીના અમરેલી ગામે યુગલના સગાઈમાં જ લગ્ન યોજાયા

- text


લગ્નના ખોટા ખર્ચ બચાવવા પાટીદાર સમાજમાં ઘડિયા લગ્નની પરંપરા ભારે દીપી ઉઠી : અગ્રણી સામાજિક કાર્યકરના ભાણેજના ઘડીયા લગ્ન લેવાયા

મોરબી : પાટીદાર સમાજ પ્રગતિશીલ અને પરિવર્તનશીલ રહ્યો છે,પાટીદાર સમાજ સમયની સાથે તાલ મિલાવી,સમયની જરૂરિયાત અનુસાર આગળ વધે છે,સમાજના પરંપરાગત રિવાજોને દૂર કરવા જેવા કે મૃત્યુ પછી પ્રિત ભોજન એટલે કે “દાળા” ની પ્રથાને તિલાંજલિ આપવી, બેસણાંમાં રક્તદાન કેમ્પ કરવો, આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન,દિવંગતોના બેસણાંમાં વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ વગેરે નવી નવી પ્રવૃત્તિઓ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવે છે.ત્યારે લગ્નના ખોટા ખર્ચ બચાવીને ઘડિયા લગ્ન કરવાની પણ પ્રેરણાદાયી પહેલ છેલ્લા કેટલાક સમયથી શરૂ થઈ છે.જેમાં અમરેલી ગામે વધુ એક યુગલની સગાઈમાં જ સાદાઈથી લગ્ન કરી દેવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા વર્ષોથી લગ્નવિધિમાં પાટીદાર સમાજમાં બેફામ ખર્ચાઓ થઈ રહ્યા છે લાંબા જોડે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય,એ કહેવત અનુસાર પૈસાદારોની સાથે સાથે ગરીબ અને મદયમવર્ગીય પરિવારો પણ લગ્નમાં ઉછી ઉધારા કરીને પણ લખલૂટ ખર્ચ કરવા લાગ્યા છે.નેથી સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો દેવાદાર થઈ જાય છે. આમાંથી બચવા માટે પાટીદાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે પાટીદાર પરિવારના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેને સમાજ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો અને દરવર્ષે ઘણાં બધા પરિવારો સમૂહ લગ્નનો લાભ લે છે,પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ આટલેથી સંતોષ ન માન્યો અને હજુ પણ આ સમાજ લગ્નવિધિમાં બહુ મોટો અને ખોટો ખર્ચ કરે છે એવું એમને લાગ્યું એટલે સમાજહિતમાં કામ કરતી પાટીદાર સંસ્થાઓ સમૂહ લગ્ન સમિતિ,કડવા પાટીદાર સેવા સમાજ,ઉમા સમાધાન પંચ, ઉમિયા માનવ સેવા મંડળ વગેરે સંસ્થાઓના અગ્રણીઓ પોપટભાઈ કગથરા,ગોપાલભાઈ ચારોલા,પોપટભાઈ ગોઠી,વગેરે દીકરા-દીકરીનું વેવિશાળ થાય તુરત જ એમના ઘરે પહોંચી જાય, પૂજ્ય દાદા પ્રેરિત સ્વાધ્યાય પ્રવૃત્તિની ભક્તિફેરીની જેમ પોતાનો ટાઈમ,ટિફિન,ટીકીટ લઈ ને સમાજફેરી કરવા નીકળી પડે અને સાદાઈથી ઘડિયા લગ્ન કરાવવા માટે વર-વધુને,સગા વ્હાલા,માતા-પિતાને સમજાવે, ઘડિયા લગ્નથી લાખો રૂપિયા બચે છે,સમય અને શક્તિનો બચાવ થાય છે,ઘડિયા લગ્નથી અન્નનો બગાડ અને લગ્નનો ખોટો ખર્ચ બચે છે.

- text

ખોટા દેખાડો દૂર કરી શકાય છે જેનાથી ગરીબ પરિવારો પણ સાદાઈથી લગ્ન કરે એવી પ્રેરણા આપી શકાય છે,એમાંય વળી હાલ મંદીનો માહોલ, લગ્નના લખલુંટ ખર્ચને બચાવવો ખૂબ જરૂરી હોય, સમાજને સાચી દિશા આપવા માટે સમાજના મોભીઓ દીકરા-દીકરીના ચાંદલા-ચુંદડીના પ્રસંગમાં પહોંચી જાય કન્યા તથા કુમાર પક્ષના લોકોને રાજી કરે અને ત્યાં જ ઉપસ્થિત સગા વ્હાલા સબધીઓ,વડીલો,વર-વધુનું સન્માન કરે માં ઉમાના આશીર્વાદ આપે અને ચાંદલા ચૂંદડીની જગ્યાએ ચાર ફેરા ફરવાની વિધિ સંપન્ન કરાવે,આવી રીતે ગત વર્ષે 125 જેટલા ઘડિયા લગ્ન લેવડાવી લાખો રૂપિયાની બચત કરાવવામાં યશભાગી બન્યા હતા એવી જ રીતે આ વર્ષે આ પ્રવૃત્તિ ચાલુ રાખતા આજ રોજ મોરબીના અમરેલી ગામે ભાવનાબેન
અરવિંદભાઈ આદ્રોજાના સુપુત્ર અને દિનેશભાઈ વડસોલાના ભાણેજ ચી.નિગમ ની શ્રીફળવિધિ લખધીરનગર નિવાસી હંસાબેન હસમુખભાઈ ભાલોડિયા ની સુપુત્રી ચી.હેતલ સાથે યોજેલ હતી આ પ્રસંગે પાટીદાર અગ્રણી ગોપાલભાઈ ચારોલા, ચંદુભાઈ કુંડારિયા, ઠાકરશીભાઈ ક્લોલા વગેરે પહોંચી ગયા અને બંને પક્ષને સમજાવી તાત્કાલીક ઘડીયા લગ્ન લેવડાવી રૂપિયા 25000/-પચીસ હજારનો કરિયાવર સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો.

- text