માળીયા : પરિણીતાએ ભૂલથી ફીનાઇલ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકામાં પરિણીતા ભૂલથી ફીનાઇલ પી જતા તેણીને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે.આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દક્ષાબેન લલીતભાઇ રાઠોડ ઉ.વ.24 રહે મેઘપર તા.માળીયા નામના પરિણીતા ગતતા 1 ના રોજ પોતાના ઘરે મેઘપર ગામે રાત્રીના સમયે સુતા હતા તે દરમ્યાન તેને પાણીની તરસ લાગતા પાણી પીવા માટે ખાટલા નીચે પડેલી ફિનાઇલની બોટલને પાણીની બોટલ સમજી ભુલથી પી જતા તેણીને મોરબી ક્રિષ્ના હોસ્પિટલમા અને ત્યાથી ગોકુલ હોસ્પિટલમા સારવારમા ખસેડાઇ છે. તેણીનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે. સંતાનમા એક દિકરી છે. સાસુ-સસરા સાથે રહે છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text