મોરબી : વિશિષ્ટ મહિલાઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જ્યંતીની ઉજવણી કરાઈ

- text


મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંત શિરમણી પૂ.જલારામબાપાની જન્મજ્યંતીની વિશિષ્ટ ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આજે સંત શિરોમણી પૂ.જલારામબાપાની જન્મજ્યંતીની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને કુદરતી ઉણપ છતાં પરિવારની સમગ્ર જવાબદારીનું સુપરે વહન કરનાર ત્રણ જેટલી અપરિણીત મહિલાઓના હસ્તે કેક કટીંગ કરાવીને જલારામબાપાની જન્મજ્યંતીની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે આજે આ જલારામ મંદિર દ્વારા સંત શિરોમણી પૂ.જલારામબાપાની 220મી જન્મજ્યંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જલારામબાપાની જન્મજ્યંતી નિમિતે આજે સવારથી જલારામ મંદિરે પ્રભાતધુન,અન્નકૂટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ અને કેક કટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.રઘુવંશી સમાજના મોટી સંખ્યામાં લોકોએ સવારથી જલારામ મંદિરે ઉમટી પડી દર્શન અને વિશેષ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો.

- text

જ્યારે જલારામ મંદિર દ્વારા છેલ્લા કેટલાક સમયથી દર જલારામ જયંતિએ સમાજ માટે આર્દશ બનેલા વિશિષ્ટ લોકોના હસ્તે કેક કટીંગ કરાવીને જલારામબાપાની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ વખતે પણ આ પરંપરા ચાલુ રાખીને જલારામબાપાની જન્મજ્યંતીની વિશિષ્ટ રીતે ઊજવણી કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને કુદરતી ઉપણનો શિકાર બનેલી અપરિણીત મહિલા હોય છતાં પણ સમગ્ર પરિવારનો ભાર ઉપાડીને પરિવારની જવાબદારી સુપરે નિભાવતી હોય એવી મહિલાઓના હસ્તે કેક કટીંગ કરાવીને જલારામબાપાની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્રણ વિકલાંગ અપરિણીત મહિલાઓને જલારામબાપાની જન્મજયંતિએ કેક કટીંગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.કેક કટીંગ અને ફટાકડા ફોડીને જલારામ જયંતીની ઉજવણી એકદમ વિશિષ્ટ રીતે કરાઈ હતી.આ ત્રણ મહિલાઓમાં એક મહિલા ઇન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે.બીજી મહિલા શિક્ષિકા છે અને ત્રીજી મહિલા વિકલાંગ હોવા છતાં પણ ખુમારીથી જીવન જીવે છે.આજે તેમને સમાજમાં માનભેર સ્થાન મળે તે માટે તેમના હસ્તે જ જલારામબાપાની જન્મજયંતિએ કેક કટીંગ કરવામાં આવ્યું હતું.

- text