મોરબીમાં તુલસી વિવાહ નિમિતે 900થી વધુ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ

- text


સ્વચ્છ ભારત મિશનના સંદર્ભે પાલિકાના સહયોગથી થેલીનું પણ વિતરણ કરાયું

મોરબી : તુલસી વિવાહ નિમિતે વર્ષોથી તુલસીનું પૂજન કરવાની પરંપરા છે.ત્યારે મોરબીમાં લોકોને તુલસી વિવાહ નિમતે તુલસીનું પૂજન કરવા માટે વિનામૂલ્યે રોપા મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આજે તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર 3 કલાકમાં જ 900 થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથેસાથે પાલિકાના સહયોગથી થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં તુલસી વિવાહ નિમિતે લોકોને તુલસીના પૂજન માટે વિનામૂલ્યે તુલસીના રોપા મળી રહે અને તુલસીના રોપાનું વાવેતર માટે જનજગૃતિ આવે તેવા હેતુસર આજે મોરબી મયુર નેચર કલબ, ઇન્ડિયન લાયન્સ કલબ, મોરબી અને ટંકારના વન વિભાગ તેમજ મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે શનાળા રોડ રામચોક પાસે કે કે સ્ટીલની સામે આવેલ સંદેશ બ્યુરો ઓફીસ નીચે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોએ તુલસીના રોપા વિતરણનો લાભ લેવા માટે ભારે ઉત્સાહ દાખવતા માત્ર 3 કલાકમાં જ 900 થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત અરડૂસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે સ્વચ્છ ભારત મિશન અને પ્લાસ્ટિક નાબૂદી અભિયાનના અનુસંધાને નગરપાલિકાના સહયોગથી લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા સમજાવીને નોંનવુવન થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

તુલસીના રોપાનું વિતરણ કરીને તુલસીનું આયુર્વેદિક દષ્ટિએ મહત્વ અંગે લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી નેચર ક્લબના મારુતિ સાહેબ, જીતુભાઈ ઠકકર, અજયભાઈ ઉનડકટ, અરવિંદભાઈ સોમૈયા, જસમતભાઈ પટેલ, જીતુભાઇ પલાણ, વન વિભાગના જે.ટી. કુંડારીયા,સ્વચ્છતા અભિયાનના વિપુલભાઈ ખચરિયા, ઇન્ડિયન લાયન્સ ક્લબના હર્ષદભાઈ ગામી, ઘનશ્યામભાઈ અઘારા, પ્રદીપભાઈ, દિલીપભાઈ રવેસિયા, મોરબી અપડેટના મયુરભાઈ પીઠડીયા, રવિ બરાસરા, આ ઉપરાંત કાજલબેન ચંડીભમર, ભારતીબેન સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text