ટંકારાના ટોળ ગામે ભારે પવન અને વરસાદના કારણે એક મકાન ધરાશાયી

- text


સદભાગ્યે જાનહાની ટળી પણ મકાન પડતા ઘરવખરી દટાઈ ગઈ

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે રહેણાંક મકાન ધરાશાયી થઈ ગયું હતું. ગઈકાલે મહા વાવાઝોડાના પગલે આવેલા ભારે પવન અને વરસાદને કારણે આ મકાન જમીન દોસ્ત થઈ ગયું હતું. જોકે સદભાગ્યે જાનહાની થઈ નથી પણ મકાન પડવાથી ધરવખરીની તમામ ચીજો દટાઈ ગઈ હતી.

- text

મહા વાવાઝોડાને કારણે ગઈકાલે ટંકારામા ભારે પવન ફૂંકવાની સાથે વરસાદ તૂટી પડતા ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળે છે.જેમાં કાચા મકાનો ઝુંપડાને ખેતરોમા તલીના પાથરા સહીતનાને નુકશાન થયું હોવાની વિગતો સામે આવી છે.મળતી માહિતી અનુસાર ટંકારાના ટોળ ગામે વજા રામાભાઈ ફાગલિયાનુ રહેણાંક મકાન મહા વાવાઝોડાની અસરની ઝપેટમાં આવી ગયું હતું. ભારે પવન ફૂંકાતા અને વરસાદ પડવાથી નળિયા સાથે તેમનું મકાન ધારાશાયી થઈ ગયું હતું.આ મકાન જમીન દોસ્ત થતા જ અંદર રહેલ તમામ ઘરવખરી દટાઈ ગઈ હતી.જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

- text