મોરબીના ઉદ્યોગપતિની અનોખી પહેલ : ફેકટરીમાં શહીદો સહિત 39 મહાપુરુષો પ્રતિમાઓ મૂકી

- text


મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાપુરુષોની પ્રતિમાઓ ફેકટરીમાં મુકાઈ : કામદારો અને મુલાકાતીઓને પ્રેરણા મળી રહે તે માટે પ્રતિમા પાર્ક બનાવ્યો

મોરબી : સામાન્ય રીતે ઔધોગિક એકમોમાં માત્ર ઓફિસોમાં જ મહાન વિભૂતિઓના ફોટા જોવા મળતા હોય છે.પણ મોરબીના એક ઉધોગપતિએ નવતર પહેલ કરી છે.જેમાં મહાન વિભૂતિઓમાંથી ઉમદા જીવન ધડતરના વિચારોને આત્મસાત કરી શકાય અને એમના વિચારોથી પ્રેરણા મેળવી શકાય તેવા હેતુસર ઉધોગપતિએ પોતાની બે ફેકટરીમાં શહીદો સહિત મહાપુરુષોની 39 જેટલી પ્રતિમાઓ મૂકી છે અને તાજેતરમાં આ મહાપરુષોની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું.એકસાથે આટલી મહાપુરુષોની પ્રતિમા હોય તેવી કદાચ આ પ્રથમ ફેકટરી હશે.જ્યારે કામદારો અને મુલાકાતીઓને પ્રેરણા મળી રહે તે માટે પ્રતિમા પાર્ક બનાવ્યો છે.

મોરબીના અગ્રણી ઉધોગપતિ જયંતીભાઈ  રાજકોટિયાએ અનોખી પહેલ કરીને દેશ માટે યોગદાન આપનાર મહાન વિભૂતિઓના આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવી શકાય તે માટે પોતાની ફેકટરી ઓક લેમ કોટ પ્રા. લી. અને આત્મજ્યોત કેમ પ્રા. લી. માં શહીદો સહિત મહાન વિભૂતિઓની 39 પ્રતિમાઓ બનાવીને મૂકી છે.તેમજ કામદારો અને મુલાકાતીઓ પ્રેરણા મેળવી શકે તે માટે આ પ્રતિમાઓનો વિશાળ પાર્ક બનાવ્યો છે.

આ અંગે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી,સરદાર વલ્લભભાઈ પટેલ ,શહીદ ભગતસિંહ, વીર સાવરકર ,ડો.બાબા સાહેબ આંબેડકર , ડો.અબ્દુલ કલામ સહિતના મહાપરુષોનું દેશ માટે અમૂલ્ય યોગદાન રહ્યું છે અને આ મહાન વિભૂતિઓ પોતાનું સમગ્ર જીવન દેશની સેવા માટે સમર્પિત  કરી દીધું હતું.ત્યારે આ મહાન વિભૂતિઓના દેશસેવા અને ઉમદા જીવન જીવવાના વિચારોની પ્રેરણા મેળવીને એક સારા નાગરિક તરીકે જીવન જીવી શકાય તે માટે આ મહાન વિભૂતિઓની 39 પ્રતિમાઓ પોતાના બન્ને કારખાનામાં બનાવીને મૂકી છે.

- text

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારી પેઢી અને કામદારોનું જીવન અત્યાત્મિક બને તેવા શુભ હેતુંસર
મહાન વિભૂતિઓની પ્રતિમાઓ મૂકી છે.આ 39 પ્રતિમાઓમાં 18 કાંતિકારી નેતાઓ અને  21 દેવી દેવતા અને તેમના ભક્તોની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.એક કારનાખમાં આશરે 7 હજાર ફૂટ અને બીજા કારખાનામાં 3 હજાર ફૂટનો બગીચો છે ત્યાં આ પ્રતિમાઓ મુકવામાં આવી છે અને તેનું કાળજીપૂર્વક જતન કરવામાં આવશે.

જ્યારે પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતા, ડો.જયંતીભાઈ ભાડેશીયા,મહંત ભાવેશ્વરીબેન ,કથાકાર દિલીપભાઈ પૈજા, તથા ફેકટરીના કામદારો સહિતના હસ્તે મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જ્યારે મહાનુભવોનું ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે પ્રતિમામાં જે તે મહાન વિભૂતિઓના જીવન કવન અને તેમના આદર્શ વિચારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જોકે મોરબી ઉધોગોનું હબ છે.ત્યારે મહાન વિભૂતિઓની આટલી પ્રતિમા હોય તેવી આ પ્રથમ ફેકટરી રોલ મોડલ બની છે.

 

- text