મોરબીના શનાળા ગામે 140 વર્ષથી પ્રભાતિયાં ગાવાની પરંપરા જીવંત

- text


ગામના નકલંક મંદિરે દરરોજ સવારે બે કલાક ગામલોકો પ્રભાતિયાં ગાયને પ્રભુભક્તિ કરે છે.

મોરબી : આદિકાળથી પેઢી દર પેઢી માનવ જીવન નિરંતર બદલાતું રહ્યું છે.પણ હવે ડીઝીટલ ક્રાંતિ થવાથી શહેરી વિસ્તાર તો ઠીક પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ જૂની પરંપરાઓ વિસરાઈ રહી છે.ખાસ કરીને દરેક  ગામમાં વહેલી સવારે ગામના મંદિરે પ્રભુભક્તિ માટે પ્રભાતિયાં ગાવાની પરંપરા હતી.પણ હવે ગામડાઓમાં આ પરંપરા વિસરાઈ ગઈ છે.ત્યારે મોરબીના શનાળા ગામે આજના આધુનિક યુગમાં પણ પ્રભાતિયાં ગાવાની પરંપરા વિસરાઈ નથી.આજે પણ ગામલોકો દરરોજ સવારે વહેલા ઉઠીને ગામના મંદિરે બે કલાક પ્રભાતિયાં ગાઈને પ્રભુભક્તિ કરે છે.


મોરબી શહેર નજીક આવેલ શનાળા ગામે છેલ્લા 140 વર્ષથી નિયમિત સવારે પ્રભાતિયાં ગવાઈ છે.જેમાં ગામના નકલંક મંદિરે જ ગામ લોકો સવારે પ્રભાતિયાં ગાયને પ્રભુભક્તિ કરે છે.આ નકલંક મંદિરની સ્થાપના થઇ ત્યાંથી આજ સુધી આ પરંપરા જૂની ઢબ પ્રમાણે જીવંત રહી છે. વર્ષ 1872માં નકલંક ભગવાનના ભક્ત પ્રજાપતિ લક્ષમણબાપા અને માલાંબાપાના હસ્તે નકલંક મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી.તેમજ વર્ષ 1976માં ભક્ત પ્રજાપતિ આંબાભાઈ વેલાભાઈ મુરજીભાઈ દેવજીભાઈના હસ્તે નકલંક મંદિરનો જીણોદ્ધાર થયો હતો.આ મંદિરની સ્થાપના થઇ ત્યારથી માંડીને આજ દિન સુધી પ્રભાતિયાં ગાવાની પરંપરા જળવાઈ રહી છે.

- text

પ્રભાતિયાંમાં ભગવાનના ગુણગાન ગવાઈ છે અને પ્રભુની ભક્તિ કરવામાં આવે છે. પેટી દોકળ અને મજીરા સહિતના વાજીત્રોના સથવારે ભજન જેવા ઢાળથી ગામલોકો સમહુમ કીર્તન કરે છે.આ પ્રભાતિયાં ગવાથી હૃદય મન સદાય પ્રસન્ન રહે છે.આમ પણ નિત્ય પ્રભુભક્તિ કરવાથી પરમ સુખનો અનુભવ થાય છે.તેથી ગ્રામજનો આ પ્રભાતિયાં ગાઈને નિત્ય પ્રભુભક્તિ કરે છે.ગામના 30 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના બુજુર્ગો પ્રભાતિયાં ગાય  છે.જોકે મોરબીથી શનાળા ગામ સાવ નજીક આવેલું છે છતાં આ ગામને હજુ પણ શહેરી વિસ્તાર જેવી ધમાલિયા વાતાવરણ જેવી ધૂન લાગી નથી અને આજે પણ ગ્રામીણ સંસ્કૃતિથી આ ગામનું વાતાવરણ ધબકતું રહ્યું છે.શનાળા ગામ લોકોનું આ સાદું જીવન અન્ય ગામો માટે પ્રેરણાદાયી છે.

- text