મોરબીવાસીઓ દ્વારા ઉજાસના પર્વ દીવાળીની ઉમંગભેર ઉજવણી

- text


રોશનીના પર્વ દીવાળીની રાત્રે ફટાકડાના ધૂમ ધડાકા સાથે આકાશ ગુંજતું રહ્યું : લોકોએ મંદી અને મોંઘવારીના મારને ભૂલીને દિવાળીની ઉજવણી કરી : વેપારીઓએ ચોપડાપૂજન કર્યું : સોશ્યલ મીડિયા પર હેપ્પી દીપાવલીની હાર્દિક શુભકામનાઓનો ધોધ વરસ્યો

મોરબી : મોરબીમાં તહેવારોનો મહારાજા ગણાતા દીપાવલી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આકાશમાં ફટાકડાની આતિશબાજી સાથે ધૂમધડાકાભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીની રાતભર આકાશ ફટાકડાના ધૂમ ધડાકા સાથે ગાજતું રહ્યું હતું. જ્યારે વેપારીઓએ પરંપરા મુજબ આખા વર્ષના હિસાબ કિતાબના ચોપડાઓનું પૂજન કર્યું હતું. દરેક લોકોએ મોંઘવારી અને મંદીના મારને ભૂલીને દિવાળી પર્વની મનમૂકીને ઉજવણી કરી હતી. જ્યારે સોશ્યલ મીડિયામાં હેપ્પી દીપાવલીની હાર્દિક શુભકામનાઓનો ધોધ વરસ્યો હતો.

દિવાળી એટલે ધરે ધરે દીપ પ્રગટાવીને માનવીની ભીતરમાં રહેલા દુગુણોને દૂર કરી સદગુણોનો મનમાં દીપ પ્રજ્વલિત કરવાનું પર્વ મનાય છે. ત્યારે આજે દિવાળી નિમિતે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને દરેક ઘરના આંગણામાં કલાત્મક સુંદર મજાની રંગોળી દોરવામાં આવી હતી અને દરેક ધરે આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા. જોકે છેલ્લા ઘણા દિવસોથી લોકો દિવાળી પર્વની તૈયારી કરતા હતા અને ઘરને રંગરોગાન કરીને ઘરમાં ભરતગુથણના તોરણો બાંધીને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી. જ્યારે દિવાળીએ જાતભાતની વસ્તુઓની ખરીદી કરવાની પરંપરા છે પણ આ વખતે મંદીનું વાતવરણ હોવાથી બજારો દિવાળી પહેલા મંદીની અસર વર્તાઈ હતી.પણ દિવાળીનું ધનતેરસથી પર્વ શરૂ થઈ જતાની સાથે બજારોમાં લોકીની ખરીદી માટે ભીડ જામી હતી અને દરેક વસ્તુઓની ભારે ખરીદી નીકળી હતી. લોકો દિવાળીની છેલ્લી ઘડી સુધી મનમૂકીને ખરીદી કરી હતી.

દિવાળીની છેલ્લી ઘડી સુધીમાં મીઠાઈ ફરસાણ, કપડાં, ફૂટવેર, સોના ચાંદીના દાગીના, ઇમિટેશન જવેલરી, મુખવાસ, ફટાકડા , ફુલહાર, ભરત ગૂંથણના તોરણ સહિતની મોટાભાગની ચીજવસ્તુઓની ભારે ખરીદી થઈ હતી.

- text

જ્યારે આજે દિવાળીએ લોકોએ નવા કપડાં પહેરી ઘરમાં ફૂલો સહિતનો શણગાર કરીને ઘરના આંગણે રંગોળી દોરીને આસોપાલવના તોરણ બાંધ્યા હતા. ઘરમાં લક્ષમીજીનું પૂજન કર્યું હતું. જ્યારે વેપારીઓ સહિતના લોકોએ વર્ષભરનો હિસાબ કિતાબના ચોપડાનું પૂજન કર્યું હતું અને નવા વર્ષનો નવેસરથી વેપાર માટેનો હિસાબ કિતાબનો ચોપડા શરૂ કર્યો હતો. જ્યારે દિવાળી રાત્રે કટકડાની ભારે આતીશબાજી જોવા મળી રહી છે અને તમામ બાળકો, યુવાનો સહિતના અબાલવૃદ્ધે ફટાકડા ફોડતાં આકાશમાં સપ્તરંગી રંગોળી રચાઈ હતી. દિવાળીની આખી રાત આકાશ ફટાકડા ધૂમ ધડાકાથી ગુંજતું રહ્યું હતું. લોકોએ એકબીજાને હેપ્પી દિવાળી કહીને દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સોશ્યલ મીડિયા પર દિવાળીની શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો.

- text