મોરબી : નૂતન વર્ષની ભાવભેર ઉજવણી, સૌએ એક બીજાને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ

- text


નવું વર્ષ નવી આશા અને ઉર્જા સાથે દરેક સમસ્યાઓનું સમાધાન લાવે, શહેરીજનોની સુખાકારીમાં વધારો કરે તેવી સૌને આશા

મોરબી : મોરબી સહિત સમગ્ર જિલ્લામાં આજે સંવત 2076 નૂતન વર્ષની નવી આશા, ઉમંગ અને ઉર્જા સાથે ભાવભેર હળીમળીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ કોઈએ એકબીજાને સાલ મુબારક કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત આ નવું વર્ષ મોરબીવાસીઓની તમામ સમસ્યાઓનું સમાધાન લાવે અને સુખાકારીમાં વધારો કરે તેવી સૌ કોઈએ આશા વ્યક્ત કરી હતી.

મોરબીમાં આજે નવા વર્ષને આવકાર આપીને સૌ કોઈએ એક બીજાને અંતરભીની શુભકામનાઓ પાઠવી હતી. આજના શુભ દિવસે અનેક સામાજિક, રાજકીય તેમજ વિવિધ સંસ્થાઓના સ્નેહમિલનો યોજાયા હતા. જેમાં સૌએ હળીમળીને ભાઈચારાથી એકબીજાને સાલ મુબારક કર્યા હતા. શહેરમાં દરેક વર્ગના લોકોએ ભેદભાવ ભૂલીને એક નવું વર્ષ સુખાકારી ભર્યું રહે તેવી એક બીજાને શુભકામના પાઠવી હતી.

- text

નૂતન વર્ષનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે આ વર્ષ શહેરીજનોની તમામ સમસ્યાઓનું સમાધાન લાવે તેમજ શહેરીજનોને રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે, હાલમાં વકરી રહેલો ડેન્ગ્યુનો રોગચાળો કાબુમાં આવે, સીરામીક સહિતના ઉદ્યોગોમાં આવેલી મંદી તેજીમાં પરિણમે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યું છે.

આ નવું વર્ષ તમામ મોરબીવાસીઓ માટે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે સુખાકારી લાવે તેમજ લોકો હમેશા નિરામય રહે અને પોતાના જીવનને આનંદમય બનાવે તેવી ‘મોરબી અપડેટ’ પરિવાર શુભકામનાઓ પાઠવે છે..

- text