મોરબીમાં ELIXIR દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


- text

મોરબી : મોરબીના મેડિકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટ એસોસિએશન – ELIXIR દ્વારા ગઈકાલે 25 ઓક્ટોબરના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા બસ સ્ટેશન પાસે સવારે 8 વાગ્યાથી શરુ થયેલા આ કેમ્પમાં કોલેજિયન અને આસપાસના રહેવાસીઓનો બહોળો ટેકો મળ્યો હતો.
જેમાં ‘સંસ્કાર ઈમેજીન સેન્ટર’ દ્વારા કલેકશનની બધી જ સુવિધાઓ પુરી પાડવામાં આવી તથા HDFC બેન્ક દ્વારા રક્તદાતાઓને ભેટ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ELIXIRના વિદ્યાર્થી સભ્યો દ્વારા પોતાના વ્યસ્ત તબીબી અભ્યાસક્રમમાંથી તહેવારો દરમિયાન સેવા કરી યુવાનોને એક નવી દિશા આપવામાં આવી હતી.

- text