મોરબી નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

- text


- text

મોરબી : મોરબી વાંકાનેર હાઇવે પર સામાકાંઠે વિશાલ ફર્નિચર પાસે ગઈકાલે રોડ ક્રોસ કરતા વૃદ્ધ અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિઠ્ઠલભાઈ હમીર ભાઈ આદ્રોજીયા ઉ.વ.62 નામના વૃદ્ધ ગઈકાલે મોરબી વાંકાનેર હાઇવે પર સામાકાંઠે આવેલ વિશાલ ફર્નિચર પાસે રોડ ઓળગી રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનની હડફેટે તેઓ ચડી જતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text