મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36-Q નવી સીરીઝ શરૂ થશે

- text


પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીઝ GJ-36-Q- ૦૦૦૧થી ૯૯૯૯ની પસંદગીના નંબર તા.૧૯-૧૦-૨૦૧૯થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂ. ૧૦૦૦/-, ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ.૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ. ૨૦૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટેની અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૩૧/૧૦/૨૦૧૯ સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૦૧/૧૧/૨૦૧૯ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૦૨/૧૧/૨૦૧૯ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે. તા. ૦૨/૧૧/૨૦૧૯ના રોજ સાંજે 5 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text


- text