મોરબી જિલ્લામાં સેવા સેતુના પાંચમાં તબક્કાના કાર્યક્રમો યોજાયા

- text


સ્થળ પર જ અરજદારોના પશ્નોના નિકાલ કરાયા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શકતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે સેવા સેતુના પાંચમાં તબક્કાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત આજે મોરબી તાલુકાના આમરણ, ટંકારા તાલુકાના સજજનપર, વાંકાનેર તાલુકાના લુણસર, હળવદ તાલુકાના નવા વેગડવાવ અને માળીયા તાલુકાના મોટા ભેલા ગામે સેવાસેતુ કાર્યક્રમો યોજાયા હતા. મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ લુણસર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય સ્થળે તાલુકાના મામલતદારશ્રીઓ તેમજ અરજદારોને સ્પર્શતા પ્રશ્નોના વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી પ્રશ્નોના નિકાલ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

- text

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ક્લસ્ટરના ગામોના અરજદારોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણ પત્ર, કુંવરબાઇનું મામેરુ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મા અમૃતમ કાર્ડ, જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, આવકના દાખલા, જન્મ-મરણ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, જાતિ પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના સહિતની અનેક યોજનાઓ અંગેની અરજીનો સ્થળ પર નિકાલ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.


- text