મોરબી સીરામીક એસોસિએશન દ્વારા છેતરપિંડીથી બચવા માટે અગત્યની સૂચના

- text


મોરબી : સસ્તા માલ લેવાની લાલચમાં બોગસ ટ્રેડર્સ / વેપારી પાસેથી લીધેલ સીરામીક ટાઇલ્સમાં ફસાયેલ અમીન ઉર્ફે આમીન શાબુદીનભાઇ ખોજાની મેંગ્લોર (કર્ણાટક) ટાઇલ્સ ડિપો (મેંગ્લોર-મેસૂર-સીમોગા)વાળા ઉપર થયેલ પોલીસ કેસમાં ફરિયાદી સાથે સમાધાન કરીને છુટકારો મળ્યો હતો.

અમીનભાઇએ આ માલ મોરબીના એક બોગસ વેપારી પાસેથી લીધેલ હતો. બોગસ વેપારીએ આ માલ કેતન પાસેથી લીધેલ હતો. આરોપી કેતન ઉપર ત્રણ વર્ષ પહેલા કેસ થયેલ અને તે ઘણા સમય સુધી જેલમાં પણ હતો. કેતન ઉપર સોનેક્સ ટાઇલ્સ પ્રા.લી.ના માલિક રવિભાઈ અમૃતિયા એ ત્રણ વર્ષ પહેલા ફરિયાદ કરેલ અને તેના આધારે તેમની ધરપકડ થયેલ હતી. અમીનભાઈ દ્વારા આ માલ ટ્રેડર્સ પાસેથી સસ્તામાં લીધેલ અને સસ્તાની લાલચે ફસાય ગયેલ હતા.

સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલ વેપારીઓને સસ્તામાં માલ આપનાર વેપારીઓથી સાવચેત રહેવા માટે આ કિસ્સો આંખ ઉઘાડનાર છે. ભારતના તમામ સીરામીકના વેપારીઓએ મોરબીના અમુક બોગસ વેપારીઓ પાસે માલ લેતા પહેલા ચેતવા જેવું છે. માલની ખરીદી કરતા પહેલા તે સીરામીક ટાઇલ્સ ફક્ત બિલથી લેવી અને તેને પેમેન્ટ પણ બેંકથી જ કરવું જોઈએ અને જે તે વેપારી કે કંપનીની તપાસ કરીને જ માલ ખરીદવો જોઈએ તેવું મોરબી સીરામીક એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text


- text