મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે સ્વચ્છતા અભિયાન

- text


કાલે A & J Microns Pvt. Ltd. સ્વચ્છતા અભિયાનમાં જોડાશે

મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે 150થી વધુ સભ્યો દ્વારા મોરબીમાં જુદા-જુદા સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આવતીકાલે તા. 20 ઓક્ટોબરના રોજ સવારે 6-30 કલાકે ચિત્રકૂટ ચોક, કન્યા છાત્રાલય રોડ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાશે. જેમાં A & J Microns Pvt. Ltd.ના કર્મચારીઓ જોડાઈને સ્વચ્છતા અભિયાન સમિતિને પ્રોત્સાહન પૂરું પાડશે. સ્વચ્છતા અભિયાનમાં જોડાવા ઇચ્છુક લોકોએ મોબાઈલ નં. 97277 70271 અથવા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.


- text