શકત શનાળા ગામે પંચાયતના અભાવના કારણે મુશ્કેલીઓ સર્જાતી હોવાની કલેક્ટરને રજૂઆત

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર્તા મનસુખભાઇ સુવારીયા દ્વારા શકત શનાળા ગામે ગ્રામપંચાયતનો અભાવ હોવાથી ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી.

આ રજુઆતમાં મનસુખભાઇ સુવારીયાએ જણાવ્યું હતું કે મોરબી તાલુકાના શકત શનાળા ગામે ગ્રામ પંચાયત ના બદલે વહીવટી અધિકારી કાર્યભાર સંભાળી રહ્યા છે. જેથી, ગામલોકોને ગ્રામ પંચાયત હોવાના કારણે મળતી સુવિધાનો અભાવ રહે છે. તેમજ વહીવટી અધિકારી, તલાટી મંત્રી, ગ્રામ સેવક અધિકારી સહિતના સરકારી અધિકારીઓ ફરજ ઉપર ખુબ ઓછી હાજરી આપે છે. જેથી, લોકોની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને સમસ્યાઓ વધતી જાય છે.

આમ, ગામલોકોને ગ્રામ પંચાયતના અભાવના કારણે પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ લાવવા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તેવી માંગ સાથેની રજૂઆત સામાજિક કાર્યકર્તા મનસુખભાઇ સુવારીયા દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી.

- text


- text