મોરબી : દારૂના કેસમાં નાસતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી આશરે છેલ્લા નવ (૯) માસથી નાસતા-ફરતા આરોપીને વીરમગામ પાસેથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમએ પકડી પાડ્યો હતો.

- text

અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપસિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પોલીસ અધિકારી જે. એસ. ડેલાનાઓને સુચના મુજબ સ્કવોડના હેઙકોન્સ. મદારસિહ મોરી, ભગવાનભાઇ ખટાણા તથા મહાવીરસિહ પરમાર સહીત પોલીસકર્મીઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ કેસમાં છેલ્લા નવ (૯) માસથી નાસતા-ફરતા આરોપી લતીફભાઇ દીલાવરભાઇ ભટ્ટી રહે. ગજાનંદ સોાસયટી, પીપળી રોડ, મોરબી હાલ-કાયલા, તા.વીરમગામ, જી.અમદાવાદવાળાને કાયલા ગામેથી ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

- text