ચરાડવાના આધેડનો એસટી બસ હેઠળ ઝંપલાવીને આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામના આધેડે રાજકોટ ખાતે એસટી બસ હેઠળ ઝંપલાવીને આપઘાત કરતા રાજકોટ એ.ડીવી.પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ચરાડવા ગામના ગોપાલભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ ઉં. વ.45ની માનસિક બીમારીની દવા ચાલતી હોવાથી તેમના મિત્ર હિતેશભાઈ સાથે ભૂતખાના ચોક સ્થિત તબીબ પાસે ઈલાજ કરાવવા રાજકોટ આવ્યા હતા. હોસ્પિટલે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહેલા ગોપાલભાઈએ મિત્ર હિતેશભાઈને હમણાં આવું છું કહીને હોસ્પિટલથી બહાર નીકળીને ભૂતખાના ચોકમાં વેરાવળ-ગાંધીનગર વાળી બસ હેઠળ ઝંપલાવી દેતા 108માં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. પ્રથમ તો બનાવ અકસ્માતનો જ જણાતો હતો પણ આજુબાજુના સીસીટીવી ફૂટેઝ ચેક કરતા બનાવ આત્મહત્યાનો હોવાનું ખુલતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. કેમકે સામાન્ય રીતે ટ્રેન હેઠળ આત્મહત્યાના બનાવો બનતા હોય છે પણ બસ નીચે જંપલાવીને આત્મહત્યાનો બનાવ બનતો હોતો નથી. બસનો આગળનો ભાગ પોતાની નજીકથી પસાર થયા બાદ પાછળના વહીલ નીચે જ ગોપાલભાઈએ છલાંગ લગાવી હોવાનું સીસીટીવી ફૂટેજ જોતા સ્પષ્ટ થયું હતું. પાછળના વહિલમાં આવી જતા તેના પેટના ભાગે વહીલ ફરી વળતા તેનું મૃત્યુ થયું હતું. બનાવ આત્મહત્યાનો જાહેર થતા એ.ડીવી.ના પીએસઆઇ પી.પી.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

ગોપાલભાઈ ચરડવામાં ખેતી કરતા હતા. જેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text