મોરબી : હિતુભા પોલીસ જાપ્તામાંથી કઇ રીતે ફરાર થયા, જુઓ સીસીટીવી

- text


ધ્રાંગધ્રા પાસે આવેલી હોનેસ્ટ હોટલમાં નાસ્તા માટે હોલ્ટ કર્યા બાદ અમદાવાદ પોલીસના જાપ્તામાંથી ફોર્ચ્યુન કારમાં ફરાર : હિતુભાની થોડા દિવસો પહેલા અમદાવાદમાંથી એટીએસે ધરપકડ કરી હતી : બીજી વખત પોલીસ જાપ્તામાંથી ફરાર

મોરબી : મોરબી ચકચારી મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ આરીફ મીર પર હુમલાના પ્રકરણમાં સન્ડોવાયેલ મુખ્ય સૂત્રધાર શનાળાના હિતુભા ઝાલા ધ્રાંગધ્રા પાસેથી પોલીસ જાપ્તામાંથી પોલીસની નજર સામે ફોર્ચ્યુનર કારમાં ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.

હિતુભાના ફરાર થવાની ઘટનાથી પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. સમગ્ર ગુજરાતમાં નાકાબંધીના આદેશો આપવામાં આવ્યા છે. હિતુભાને અમદાવાથી પોલીસ જાપ્તામાં મોરબી કોર્ટમાં મુદ્દતમાં હાજરી આપવા માટે લાવામાં આવી રહ્યા હતા. ત્યારે પોલીસ પાર્ટી રસ્તામાં ધ્રાંગધ્રા પાસે આવેલી હોનેસસ્ટ હોટલમાં નાસ્તો કરવા હોલ્ટ કર્યો હતો. આ દરમિયાન હિતુ સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text