મોરબીના પીપળી ગામ પાસે 12 બોટલ વિદેશી દારૂ સાથે બાઈક ચાલાક ઝડપાયો

- text


મોરબી : મોરબીના પીપળી ગામ પાસે બાઈક ઉપર બેગમાં 12 બોટલ વિદેશી દારૂ લઈને જતા શખ્સને તાલુકા પોલીસની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક પીપળી ગામથી ટીંબડી પાટિયા વચ્ચે GJ 36C 4647 નંબરના બજાજ એવેન્જર બાઇક ઉપર કોલેજીયન બેગમાં 12 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 3600 સાથે મહેબૂબભાઈ ઉર્ફે ઇમરાનભાઈ યુસુફભાઈ મકરાણી ઉ.વ.35ને તાલુકા પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text