મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના 23 પોઝિટિવ અને 181 શંકાસ્પદ કેસ નોંધાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં ડેન્ગ્યુએ ભારે ઉત્પાત મચાવ્યો છે. અનેક લોકો આ ડેન્ગ્યુના રોગનો શિકાર બન્યા છે. સરકારી આંકડા પ્રમાણે મોરબી જિલ્લામાં છેલ્લા નવ માસમાં ડેન્ગ્યુના 23 પોઝિટિવ અને 181 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જો કે હમણાંથી વરસાદી વાતાવરણને કારણે ડેન્ગ્યુએ ભારે માથું ઊંચક્યું છે. ત્યારે ક્યાંકને ક્યાંક આરોગ્ય તંત્રની લાપરવાહી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડેન્ગ્યુના રોગને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર અસરકારક કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.મોરબી જિલ્લામાં ડેન્ગ્યુના રોગોમાં ભારે ઉછાળો આવ્યો છે. જેમાં સરકારી ચોપડે ડેન્ગ્યુના નોંધાયેલા કેસની વિગત જોઈએ તો જાન્યુઆરીથી 7 ઓક્ટોબર સુધીમાં શંકાસ્પદ 181 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે 23 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ છેલ્લા એક અઠવાડિયામાં 4 કેસ નોંધાયા છે.જોકે ખાનગી હોસ્પિટલમાં હોય તે અલગ જ છે. આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા કેસ છે.જ્યારે ખાનગી હોસ્પિટલમાં આનાથી પણ વધુ કેસ હોવાની સંભાવના છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ અને ઠેરઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ બેકાબુ બન્યો છે. તેથી, ડેન્ગ્યુનો રોગમાં ભારે ઉછાળો આવ્યો છે.

- text

મોટાભાગના ડેન્ગ્યુના કેસો ખાનગી હોસ્પિટલમાં નોંધાતા હોય જેની સરકારી ચોપડે નોંધ થતી ન હોય તંત્ર સબ સલામત હોવાના દાવા કરે છે. જેથી, રોગચાળો કાબુ બહાર જાય તેવી સંભાવના છે.તેથી આરોગ્ય તંત્ર ખાનગી હોસ્પિટલમાંથી ડેંગ્યુનો સાચો રિપોર્ટ મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા યોગ્ય કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text