મોરબી ઈન્ડીયન લીયો ક્લબના પ્રમુખ વિસ્મય ત્રિવેદી દ્વારા જન્મદીનની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી જલારામ મંદીર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદીન ઉજવ્યો

મોરબી : ઈન્ડિયન લીયો ક્લબ – મોરબીના પ્રમુખ વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામા આવી હતી. ગઈકાલે તારીખ 10/10 ને ગુરુવારે મોરબીના જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અનેક લોકોએ પ્રસાદ ગ્રહણ કરી વિસ્મયને અંતરના આશિષ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં ઈન્ડિયન લીયો ક્લબ મોરબી દ્વારા ગરીબ પરિવારોને કપડા વિતરણ, ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના સેવા પ્રકલ્પો જેમ કે વૃક્ષારોપણ, ફ્રી બ્લડ ગૃપીંગ કેમ્પ, પુસ્તક વિતરણ, દંત ચિકિત્સા કેમ્પ, શરબત વિતરણ, રાસ ગરબા હરીફાઈ વગેરે કરી મોરબીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભવિષ્યમાં પણ બાળકોની બનેલી આ ક્લબ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવા ઉત્સુક છે.

- text

આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જલારામ મંદિરના અગ્રણી નિર્મિતભાઈ ક્કકડ, ગીરીશભાઈ ઘેલાણી, કિશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ વિસ્મયને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text