મોરબી સીટી વિઝન ગ્રુપ દ્વારા સેમસંગ સ્માર્ટ કાફેનું કાલે રવિવારે ઓપનિંગ

- text


હવે મોરબીમાં સેમસંગના મોબાઈલ તથા એસેસરીઝની વિશાળ રેન્જ ઉપલબ્ધ : કોપરેટ સ્પે.ઓફર, સ્માર્ટ ફોનની ખરીદી પર બે વર્ષની વોરંટી મળશે

મોરબી : મોરબીમાં કેબલ નેટવર્ક ક્ષેત્રે વર્ષોથી સક્રિય પ્રતિષ્ઠિત સીટી વિઝન ગ્રુપ દ્વારા નવું સોપાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શહેરીજનો સ્માર્ટફોનની સારી ક્વોલિટી સાથે સુવિધા આપવા માટે સીટી વિઝન ગ્રુપ દ્વારા આવતીકાલથી સેમસંગ સ્માર્ટ ફોન કાફે કાર્યરત થવા જઈ રહ્યું છે. જેમાં સેમસંગના મોબાઈલ તથા એસેસરીઝની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને કોપરેટ સ્પે.ઓફર , સ્માર્ટ ફોનની ખરીદી પર બે વર્ષની વોરંટી મળશે. મોરબીમાં કેબલ નેટવર્ક ક્ષેત્રે વર્ષોથી સક્રિય સીટી વિઝન ગ્રુપે સ્માર્ટફોન ક્ષેત્રે નવું સાહસ ખેડયું છે. સીટી વિઝન ગ્રુપના પ્રણેતા દિનેશભાઇ પંડ્યા દ્વારા મોરબીના જુના મહાજન ચોક ખાતે આવતીકાલે રવિવારથી સેમસંગ મોબાઈલ ફોન કાફે આધુનિક શોરૂમ શરૂ થવા જઈ રહ્યો છે.

- text

જેમાં આવતીકાલ તા.6ને રવિવારે સવારે 10 વાગ્યે જુના મહાજન ચોક ખાતે સેમસંગ મોબાઈલ ફોન કાફેના ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં આ સેમસંગ મોબાઈલના શોરૂમનો શુભારંભ થશે. આ સેમસંગ કાફેમાં સેમસંગ મોબાઈલની અને એસેસરીઝની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે. ફાઈનાન્સ સેવા તેમજ ફ્રી સોફ્ટવેર અપડેટ અને દરેક ખરીદી પર રિવોર્ડ પોઈન્ટ, કોર્પોરેટ સ્પેશિયલ ઓફર, સ્માર્ટ ફોનની ખરીદી પર બે વર્ષની વોરંટી સહિતની ઓફરો આપવામાં આવશે. સેમસંગ કાફેમાં દરેક ગ્રહકોની જરૂરિયાત પૂરી પાડીને તમામ પ્રકારની ઉત્તમ ક્વોલિટીની આધુનિક સુવિધાઓ આપવાની સીટી વિઝન ગ્રુપ તરફથી નેમ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સેમસંગ કાફેના ઓપનિગમાં દરેક શહેરીજને લાભ લેવા સીટી વિઝન ગ્રુપના દિનેશભાઇ પંડ્યા તરફથી ભાવભીનું નિમંત્રણ આપવા આવ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text