મોરબી : પુત્રના પ્રથમ જન્મદિવસ નિમિત્તે પિતાએ વૃક્ષારોપણ કર્યું

- text


મોરબી : સામાન્ય રીતે, લોકો પોતાનો જન્મદિવસ અથવા પરિવારજનોના જન્મદિવસ કેક કટિંગ કરીને કે અન્ય ફાલતુ ખર્ચ કરીને ઉજવાતા હોય છે. આવી ઉજવણીથી અન્યને કશો ફાયદો નથી. પરંતુ વ્યક્તિ જયારે પરોપકારી પ્રવૃત્તિ કરીને પ્રસંગની ઉજવણી કરે છે ત્યારે પોતાને આત્મસંતોષ તો મળે જ છે પણ અન્યને પણ ઉપયોગી બને છે. આવી જ વિશિષ્ટ ઉજવણી એક પિતાએ પુત્રના જન્મદિવસે કરીને લોકોને સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવણી કરવાનો સંદેશો આપ્યો છે.

મોરબી સ્થિત ગોલ્ડ કોઇંગ સીરામીકના માલિક સંદીપભાઈ કુંડારીયાએ તેના પુત્ર હયાનના પ્રથમ જન્મદિવસ નિમિત્તે G.I.D.C. વિસ્તારમાં 111 જેટલા વૃક્ષોનું રોપણ કરી સમાજને પર્યાવરણનું જતન કરવાનો સંદેશો આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text