મોરબીમાં ટ્રાફિક બ્રિગેડ માટે શનિવારે મોટિવેશનલ સ્પીચનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં બોલબાલા ટ્રસ્ટ, મોરબી શહેર પોલીસ તથા મોરબી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક બ્રિગેડ માટે આગામી તા. 28 સપ્ટે.ના રોજ શનિવારે પ્રેરણાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વક્તા દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવશે, શ્રેષ્ઠ કામગીરી કરનાર બ્રિગેડોને સન્માનિત કરાશે, પોલીસ અધિક્ષક વાઘેલા સાહેબ દ્વારા આગામી કામગીરી અંગે માર્ગદર્શન અપાશે, ગિફ્ટનું વિતરણ કરાશે તેમજ અંતમાં સ્વરુચિ ભોજન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, દાઉદી પ્લોટ, શેરી નં 8, બ્રહ્માકુમારી સેન્ટરની બાજુમાં, કાયાજી પ્લોટ મેઈન રોડ ખાતે બપોરે 1થી 2-30 દરમિયાન રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે જયેશ ઉપાધ્યાય 93741 03523 તથા સતીશ કાનાબાર 98798 24165નો સંપર્ક કરવાનો રહેશે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text