ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ખીજડીયા ગામે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેર : ગઈકાલે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-મોરબીના ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ખીજડીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૬થી ૮ સુધીના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં કુલ ૬૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની આગવી વિચારશૈલી મુજબ વ્યસનમુકિત અંગેના સંદેશ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા.

આ સ્પર્ધામાં વિજેતા જાહેર થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવીયા હતા. ત્યારબાદ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારિરીક, આર્થિક નુકસાન અને વ્યસન છોડવા માટે માહિતીગાર કરીયા હતા. આ કાર્યક્રમમાં સિંધાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો.ધવલ રાઠોડ સાહેબ પણ ઉપસ્થિત રહીયા હતા અને સ્પર્ધાના અંતે શાળાના શિક્ષક નજમાબેનએ પણ વિદ્યાર્થીઓને વ્યસન છોડવા અને પોતાના પરીવારના સભ્યોને પણ વ્યસન મુકત બનવા માટે જણાવ્યું હતુ અને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માન્યો હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text