ટંકારામાં તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આશા સંમેલન યોજાયું

- text


ટંકારા : ટંકારામાં પ્રભુચરણ આશ્રમ ખાતે ગઈકાલે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આશા સંમેલન યોજાયું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાના વરદ હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આશા બહેનો દ્વારા સરકારના સપ્તધારા કાર્યક્રમ અન્વયે રાસ-ગરબા, રંગોળી, નાટક તથા વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવાડિયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર સુરેશભાઈ જાવિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text