મોરબી : ઉમિયા સર્કલથી રફાળેશ્વર રોડને રીપેરીંગ કરવાની માંગ

- text


મોરબી : મોરબી શહેરમા ઉમિયા સર્કલથી રફાળેશ્વરને જોડતો બાયપાસ રોડ નંબર ૨ મોરબીના રહેણાક વિસ્તારમાંથી પસાર થાય છે. આ રોડ પર ખુબજ ટ્રાફિક રહે છે. વળી તાજેતરમાં પડેલા ભારે વરસાદને લઈને આ રોડ હાલમાં બિસ્માર હાલતમાં છે. ચાલુ વર્ષે ખુબ જ ભારે વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળતા આ રોડમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓના પુરાણ અર્થે ટેમ્પરેરી રીપેરીંગ કરી મોરમ નાખવામાં આવી હતી. જેના કારણે હાલમાં આ રોડ પણ ખુબ જ ધૂળની ડમરીઓ ઉડે છે. તેમજ જે મોરમ નખવામાં આવેલ છે. તેના નાના-નાના પથરાઓ વાહનના વિહલમાં આવતા તેના દબાણથી ઉડતા રહેતા હોય સ્થાનિક લોકો તેનો ભોગ બને છે.

- text

હાલમાં જ 10 વર્ષની એક નાની બાળકીને આવો જ એક પથ્થર લગતા હાથમાં ફેકચર થઇ ગયું હતું. આવા બનાવો આગળ ઉપર ના બને માટે તાત્કાલિક આ રોડનું સારું રીપેરીંગ કરાવવા યોગ્ય આદેશો આપવા સારું કે.ડી.બાવરવાએ નાયબ મુખ્યમંત્રી તથા માર્ગ-મકાન વિભાગને લેખિતમાં જાણકારી આપી છે. આ ઉપરાંત આ રોડને પહોળો કરાવાના કામો પણ મંજુર થયેલ છે. તો તે કામ અગ્રતાના ધોરણે થાય અને લોકોના આવાગમનમાં સુવિધા રહે તે માટે જરૂરી આદેશ આપવા પણ કે.ડી.બાવરવાએ પત્રના અંતમાં જણાવ્યું છે. આ રોડની બાજુમાં જ કેનાલ આવેલ છે. જો આ કેનાલને બોક્સ કેનાલમાં ફેરવવામાં આવે અને તેની ઉપર રોડ બનાવવામાં આવે તો હાલના ભારે ટ્રાફિકમાથી  લોકોને ખુબજ મોટી રાહત મળે તેમ છે. તો આ કામ ને પણ જરૂરી મંજુરી અર્થે અગ્રતા આપવા કે.ડી.બાવરવાએ માંગણી કરી છે. બાવરવાએ ઉપરોક્ત માંગણીઓ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો, ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે આ માંગણીનો સંતોષજનક ઉકેલ ક્યારે આવે છે તેના તરફ સહુની મીટ મંડાઈ છે.

- text