મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોની વરણી કરાઈ

- text


મોરબી : મોરબીમાં ગત તા. 17 સપ્ટે.ના રોજ ચિત્રકૂટ સોસાયટી સ્થિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મોરબી જિલ્લા કારોબારી સમિતિની મિટિંગ યોજાઈ હતી. જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્ર ગોપાણી, સંગઠન મંત્રી પ્રાણજીવનભાઈ વિડજા સહિતના હોદેદારોની ઉપસ્થિતિમાં ઉપાધ્યક્ષ તરીકે કિરીટભાઈ પટેલની વરણી કરી નવી સમિતિની રચના કરવામાં આવી હતી. નવા હોદેદારોને સાથી કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

- text