મોરબીમાં યોજાયેલ કબ્બડી સ્પર્ધામાં બ્લેક હોર્સ ટીમ વિજેતા બની

- text


મોરબી : મોરબીમાં ગત તા. 14 સપ્ટે.ના રોજ ખેલ મહાકુમ્ભ અંતર્ગત કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપન એઈજ કેટેગરીમાં બ્લેક હોર્સ ટીમે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા ઘોષિત થઇ હતી. બ્લેક હોર્સ ટીમના કેપ્ટન ગામી રાજદીપ, જીવાની વિવેક, સિંહોરા રાકેશ, રાઠોડ યુવરાજ સહિતના 12 ખેલાડીઓએ કોચ વાંસદડિયા મૌલિકના માર્ગદર્શન હેઠળ અથાગ મહેનત કરી સફળતા મેળવી હતી. આ તકે વાંસદડિયા મૌલિકભાઈએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

- text