લીલાપર પ્રા.શાળામાં બુધવારે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાશે

- text


મોરબી : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -રાજકોટ તથા જિલ્લા શિક્ષણ સમિતિ – મોરબી દ્વારા માર્ગદર્શિત અને તાલુકા પંચાયત કચેરી તથા બી.આર.સી. ભવન – મોરબી તથા લીલાપર પ્રાથમિક શાળા દ્વારા આયોજિત “ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનીકી”એ મુખ્ય વિષય અંતર્ગત તાલુકા કક્ષાનું “ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2019” મોરબી તાલુકાની લીલાપર પ્રા.શાળા ખાતે તારીખ 18/9/19 ને બુધવારના રોજ યોજાશે. આ પ્રદર્શન જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ એમ.સોલંકી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ.પારેખના હસ્તે સવારના 9 કલાકે ખુલ્લું મુકાશે.

- text

આ પ્રદર્શનમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ, તાલુકાના પદાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ સંગઠન અને શિક્ષક શરાફી મંડળીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે. પ્રદર્શનના સમાપન અને પ્રોત્સાહન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. ચેતનાબેન વ્યાસ ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શનમાં તાલુકાની જુદી જુદી શાળાના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શન તળે તૈયાર કરેલ તેમની કૃતિઓ પ્રદર્શિત કરશે. આ બાળ વૈજ્ઞાનિકોના વૈજ્ઞાનિક કૌશલ્યને પ્રોત્સાહિત કરવા માટે તાલુકાની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ પ્રદર્શન નિહાળવા મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ, મોરબી બી.આર.સી.કો. ઓર્ડીનેટર સંદીપ બી.આદ્રોજા અને લીલાપર પ્રા.શાળાના આચાર્ય નિલેશભાઈ પારેજીયાએ નિમંત્રણ આપ્યું છે.

- text