મોરબી : ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન બનનાર ભામાશા ગોવિંદભાઇ વરમોરાનું સન્માન કરાયું

- text


સવા ચાર કરોડ રૂપિયાની ધનરાશીનું દાન કરી લક્ષચંડી મહાયજ્ઞના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર ગોવિંદભાઈનું ઝાલાવાડ સમાજ મોરબી દ્વારા સન્માન કરાયું

મોરબી : ઊંઝા ખાતે માં ઉમિયા સ્થાનકે આયોજિત થનાર લક્ષચંડી મહાયજ્ઞમાં સવા ચાર કરોડની ઉછામણી બોલીને મુખ્ય યજમાન પદ પ્રાપ્ત કરનાર મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ વરમોરાનું મોરબી ઝાલાવાડ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ઊંઝા સ્થિત માં ઉમિયા ધામ ખાતે આવનારા દિવસોમાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેમાં મૂળ ઝાલાવાડના ગૌરવ સમા અને હાલ મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇ ગણેશભાઈ વરમોરા દ્વારા 4,25,55,551 રૂપિયાની ધનરાશી દાન કરી યજ્ઞના મુખ્ય યજમાન પદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળતા આ નિમિત્તે ઝાલાવાડ સમાજ મોરબી દ્વારા ગોવિંદભાઇનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઝાલાવાડ સમાજ મોરબીના મુખ્ય કારોબારી, એડવાઇઝરી કમિટી તથા યુવા કારોબારી સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

- text

“વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન”ના પ્લેટિનમ ટ્રસ્ટી અને કોર કમિટીના સક્રિય સભ્ય તેમજ મોરબીના અગ્રણી સિરામિક ગ્રુપ સનહાર્ટ ગ્રુપ પરિવારના મોભી ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ,મોરબી- અમદાવાદ) દ્વારા ઊંઝા લક્ષ્યચંડી મહાયજ્ઞ માટે રૂ. 4,25,55,551ની બોલી બોલવામાં આવી હતી જેથી તે આ યજ્ઞના મુખ્ય યજમાન બન્યા છે. જેથી તાજેતરમાં મોરબીના સ્વાગત હોલ ખાતે મોરબીમાં રહેતા ઝાલાવાડ પરિવાર વતી ગોવિંદભાઇ વરમોરાનું શીલ્ડ આપીને તેમજ તેના ભાઇ જગદિશભાઇ વરમોરાને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ તકે ગોવિંદભાઇ વરમોરાએ લક્ષચંડી મહાયજ્ઞનું મહત્વ ઝાલાવાડ પરિવારના આગેવાનોને સમજાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે લક્ષચંડી મહાયજ્ઞમાં દેવો હાજર રહે છે. ગુજરાતમાં ઘણા વર્ષો પછી આ મહાયજ્ઞ થવા જઇ રહ્યો છે ત્યારે લોકો તેનો વધુમાં વધુ લોકો લાભ તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં પરસોત્તમભાઇ વરમોરા, જીવરાજભાઇ ફુલતરીયા, પરેશભાઇ પટેલ, સુખદેવભાઇ જાલરીયા, ગણેશભાઇ પટેલ, પુર્વ પ્રમુખ અનિલ વરમોરા, મનસુખભાઇ દલસાણીયા, મગનભાઇ ફુલતરીયા, વાસુદેવભાઇ માકાસણા, દિલીપભાઇ સાદરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ વિનોદભાઇ લેંચિયા, મહામંત્રી ભરતભાઇ નાયકપરા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ કાચરોલા, મહેશભાઇ ભોરણીયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

- text