મોરબીમાં રાત્રે દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી આંતક મચાવનાર કાર ચાલક ઝડપાયો

- text


ગતરાત્રે બેફામ ગતિએ કાર ચલાવી બાઇકોને ઠોકર મારી ડિવાઈડર ટપાડીને ભાગતા કારચાલકને પોલીસે ઉમિયા સર્કલ પાસેથી ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ગતરાત્રે એક કાર ચાલકે દારૂના નશામાં બેફામ ગતિએ કાર ચલાવીને રીતસર આંતક મચાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ દારૂના નશામાં ચકચૂર આ શખ્સે પોતાની કાર આડેધડ ચલાવીને પાંચ જેટલા બાઇકને હડફેટે લીધા બાદ પોલીસે રોકવાની કોશિશ કરતા કાર ચાલક ડીવાડર ટપાડી ભાગ્યો હતો. બાદમાં પોલીસે તેનો પીછો કરીને ઉમિયા સર્કલ પાસેથી ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ ઘટનાની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ પર ગતરાત્રે દારૂના નશામાં અર્ટિકા કાર નંબર GJ 03 EL 6383ના ચાલકે ભારે તમાશો કર્યો હતો. અર્ટિકા કારના ચાલક રમેશભાઈ હરદાસભાઈ ધોરીયાણી રહે રવાપર રોડ મોરબી વાળાએ દારૂ પીને બેફામ ગતિએ પોતાની કાર ચલાવી હતી. આડેધડ કાર ચલાવતા ચાર પાંચ બાઇકો તેની હડફેટે ચડી ગયા હતા. કાર પુરપાટ અને આડેધડ દોડતી હોવાથી ભારે ફિલ્મી દ્રશ્યો સર્જાય હતા અને લોકોમાં થોડીવાર અફડા તફડી મચી ગઇ હતી. આ કારની ફૂલ સ્પિડ અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ચાલતી હોવાથી ત્યાં હાજર રહેલા પોલીસ સ્ટાફે અટકાવવાની કોશિશ કરતા આ કાર ચાલકે કારને ડિવાઈડર પરથી ટપાડીને મારી મૂકી હતી. આથી પોલીસે રવાપર રોડ પર તેનો પીછો કર્યો હતો.

- text

જ્યારે આ કાર ચાલકે ઓમ શાંતિ સ્કૂલ પાસે ડિવાઈડર ટપડતા કારમાં પંચર પડી ગયું હતું. આમ છતાં તેણે કારને ઉમિયા સર્કલ સુધી ચલાવી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરીને કાર ચાલકને ઝડપીને તેનો નશો ઉતારી નાખ્યો હતો.

આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પી આઇ આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી કાર ચાલકે દારૂ પીને ભારે ધમાલ મચાવી હતી પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા રોકાયેલ નહતી. આથી પોલીસે ઉમિયા સર્કલ પાસેથી ઝડપી લીધો હતો અને કલમ 185 મુજબ દારૂ પીને વાહન ચલાવવાનો ગુનો નોંધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text