મોરબી પાલિકા પાંજરાપોળમાં 5 લાખ ભરશે : ફરીથી ઢોર પકડવાની ઝુંબેશ શરૂ!

- text


એડવાન્સમાં રૂ. 5 લાખ ભરવાની તૈયારી દર્શાવી પાલીકાએ પાંજરાપોળ સાથે કર્યું સમાધાન

મોરબી : મોરબી પાલિકાની ઢોર પકડવાની ઝુંબેશ ફરી શરૂ થઈ ગઈ છે. પાંજરાપોળે એડવાન્સમાં રૂ. 5 લાખની માંગણી કરતા આ રકમ ભરવાની પાલિકાએ તજવીજ હાથ ધરીને કામગીરી પુનઃશરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી શહેરમાં જાહેર રોડ રસ્તા પર રખડતા ઢોરના કારણે અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા તાજેતરમાં આ ઢોરને પકડવાની કામગીરી કોન્ટ્રાકટ મારફતે શરૂ કરવામા આવી હતી. પરંતુ આ કામગીરી બંધ પણ થઈ ગઈ હતી. હવે છેલ્લા બે દિવસથી આ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.

- text

આ અંગે પાલિકાના પ્રમુખ કેતનભાઇ વિલપરાના જણાવ્યા અનુસાર પાંજરાપોળ દ્વારા એડવાન્સમાં રૂ. 5 લાખની રકમ ભરવાની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ભરવાની પાલિકાએ તૈયારી દર્શાવીને તજવીજ હાથ ધરી દીધી છે. જેથી પાંજરાપોળ સાથે સમાધાન થઈ જતા પાલિકા દ્વારા જાહેર રોડ રસ્તા ઉપરથી ઢોરને પકડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

- text