મોરબીમાં ભૂલી પડેલી મધ્યપ્રદેશની મહિલાનું તેના પરિવાર સાથે સખી વનસ્ટોપ સેન્ટરે મિલન કરાવ્યું

- text


મધ્યપ્રદેશથી પરિવારજનો સાથે ઝઘડો થતા નારાજ થઈ ચોટીલા પાસે આવીને ભૂલી પડેલી મહિલાનો સખી વનસ્ટોપ સેન્ટરે તેના ભાઈને કબ્જો સોંપી લીધો

મોરબી : મધ્યપ્રદેશથી પરિવારજનો સાથે ઝઘડો થતા નારાજ થઈને એક મહિલા બસ દ્વારા ચોટીલા પાસે આવી ચડી હતી. પણ અજાણી જગ્યા લાગતા તે ભૂલી પડીને ગભરાઈ ગઈ હતી. આ બાબત મોરબીના સખી વન સ્ટોપ સેન્ટરના ધ્યાને આવતા સમગ્ર સ્ટાફે મહિલાને સાચવી તેના પરિવારજોના નામ સરનામાં સાથેની સાચી વિગતો મેળવીને આખરે તેના ભાઈ સાથે પુનમિલન કરાવ્યું હતું. આ બનાવની મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ રહેતી સાંતીબેન રાકેશભાઈ શાહુ નામની મહિલા થોડા દિવસો પહેલા તેના ઘરે કોઈ બાબતે ઝઘડો થતા તે નારાજ થઈને બસ મારફતે ચોટીલા બાઉન્ડરી પાસે આવી ચડી હતી. પણ જગ્યા તેના માટે અજાણી હોવાથી ભૂલી પડી ગયાનું ભાન થતા તે રીતસર ગભરાઈ ગઈ હતી. બાદમાં કોઈએ 181 અભયમ ટીમને જાણ કરી હતી. તેથી તેઓ ત્યાં દોડી જઈને પૂછપરછ કરી હતી. પણ આ મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હોવાથી કઈ બોલી શક્તી ન હતી. બાદમાં મોરબીના સખીવન સ્ટોપના સ્ટાફગણે આ મહિલાની ખુબજ દેખભાળ કરી હતી. જેમાં તેને જમવાનું અને નાસ્તો આપી સાંત્વના સાથે સફળતાપૂર્વક કાઉન્સેલીગ કર્યું હતું. જેમાં મહિલાએ પોતાની આપવીતી તથા પરિવારજનો નામ અને રહેઠાણ સહિતની તમામ હકીકતો જણાવી હતી. બાદમાં પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી હતી અને તેના ભાઈને જાણકારી મળી જતા એમની સાથે વાત પણ કરાવી હતી. બાદમાં યોગ્ય ખરાઈ કરીને તેના ભાઈને આ મહિલાનો કબ્જો સોંપીને મધ્યપ્રદેશ પરત મોકલી હતી.

- text

મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષભાઇ અંબારીયા, સખીવન સ્ટોપના કેન્દ્ર સંચાલક રસીદાબેન પરમાર, કોમલબેન ગોસાઈ, અફસાનાબેન, પ્રવિણાબેન પંડયા સાહિતનાની જહેમતના કારણે મહિલાની જિંદગી રોળતાં બચી હતી.

- text